Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અમેરિકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યૉર્જ એચ. ડબલ્યુ. બુશના નિધન પર શોક વ્યક્ત કર્યો


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યુ,ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યૉર્જ એચ. ડબલ્યુ બુશનાં નિધન પર બુશ પરિવાર અને અમેરિકાનાં લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરૂ છું. વિશ્વનાં ઈતિહાસમાં સંકટનાં સમયે તેમણે કુશળ રાજનીતિજ્ઞની ભૂમિકા નિભાવી હતી.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યૉર્જ એચ. ડબલ્યુ. બુશ ભારત અને અમેરિકા વચ્ચેનાં મજબૂત સંબંધોના હિમાયતી હતા. ચોક્કસ પણે એમની અનુપસ્થિતિ વર્તાશે. ભગવાન એમના આત્માને શાંતિ પ્રદાન કરે.

 

 

RP