Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આચાર્ય વિનોબા ભાવેના જય જગતના પ્રેરણાદાયી આહ્વાને તમામ સીમાઓ ઓળંગીને માનવતાને સર્વોપરી સ્થાન આપ્યું હતું.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે આચાર્ય વિનોબા ભાવેએ તેમના વિવિધ પ્રયાસો દ્વારા સૌના કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્ય કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે સમાનતા, ગરિમા અને સેવા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાએ સમાજના સૌથી વંચિત વર્ગોને શક્તિ પ્રદાન કરી હતી.

શ્રી મોદીએ ‘X’ પર પોસ્ટ કર્યું:

આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.

તેમના જય જગતના પ્રેરણાદાયી આહ્વાને તમામ સીમાઓ ઓળંગીને માનવતાને સર્વોપરી સ્થાન આપ્યું હતું.

તેમણે પોતાના વિવિધ પ્રયાસો દ્વારા સૌના કલ્યાણ અને સશક્તિકરણ માટે કાર્ય કર્યું હતું.

સમાનતા, ગરિમા અને સેવા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાએ સૌથી વંચિત વર્ગોને શક્તિ પ્રદાન કરી હતી.”

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]