Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આસામમાં ગોગામુખમાં આઇએઆરઆઈનું શિલારોપણ કર્યું, જનમેદનીને સંબોધી

પ્રધાનમંત્રીએ આસામમાં ગોગામુખમાં આઇએઆરઆઈનું શિલારોપણ કર્યું, જનમેદનીને સંબોધી

પ્રધાનમંત્રીએ આસામમાં ગોગામુખમાં આઇએઆરઆઈનું શિલારોપણ કર્યું, જનમેદનીને સંબોધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામમાં ગોગામુખમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થાનું શિલારોપણ કર્યું હતું.

આ પ્રસંગે એકત્ર જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ આસામમાં રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલને રાજ્યમાં તેમની કામગીરી બદલ અભિનંદન આપ્યાં હતાં.

તેમણે જણાવ્યું હતું કે, આજે આઇએઆરઆઈ માટે થયેલું શિલારોપણ ભવિષ્યમાં હકારાત્મક રીતે સંપૂર્ણ વિસ્તારને અસર કરવાની સંભવિતતા ધરાવે છે. તેમણે કહ્યું હતું કે, કૃષિને 21મી સદીની જરૂરિયાત મુજબ વિકસાવવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતોએ બદલાતી ટેકનોલોજીમાંથી લાભ લેવો જોઈએ.

તેમણે વિસ્તારની ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક કૃષિ અને ટેકનોલોજીકલ નવીનતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ વર્ષ 2022માં દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં વિઝન વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં ખેડૂતોનાં કલ્યાણ માટે અનેક પગલાં લીધા હતાં. આ સંદર્ભમાં તેમણે સોઇલ હેલ્થ કાર્ડ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સમગ્ર દેશમાં સ્થાપિત સોઇલ હેલ્થ લેબોરેટરીઓનાં વિસ્તૃત નેટવર્ક અને ખેડૂતો વચ્ચે ફસલ બીમા યોજનાની લોકપ્રિયતા વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ઉત્તર-પૂર્વમાં જોડાણ વધારવા પાંચ તત્ત્વો – “પંચ તત્ત્વ” ની વાત કરી હતી, જે રેલવે, હાઇવે, એરવેઝ, જળમાર્ગો અને આઇ-વેઝ છે. તેમણે કહ્યું હતું કે, તેમની સરકાર આ “પંચ-તત્વ” મારફતે ઉત્તર-પૂર્વમાં લોકોની સમૃદ્ધિ અને કલ્યાણને વધારવા કામ કરે છે.

AP/J.Khunt/GP