Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઇન્ટરનેશનલ ફ્લીટ રીવ્યુ-2016 માં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ ઇન્ટરનેશનલ ફ્લીટ રીવ્યુ-2016 માં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ ઇન્ટરનેશનલ ફ્લીટ રીવ્યુ-2016 માં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ ઇન્ટરનેશનલ ફ્લીટ રીવ્યુ-2016 માં ભાગ લીધો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશાખાપટ્ટનમમાં ઇન્ટરનેશનલ ફ્લીટ રીવ્યુ -2016નું અવલોકન કર્યું. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ફ્લીટ રીવ્યુ અને ફ્લાય પાસ્ટમાં દુનિયાભરની નૌસેનાઓને એક સાથે લાવવા ઉપરાંત ભારતીય નૌસેનાના કૌશલ્યનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું.

પ્રધાનમંત્રીએ સમુદ્રીય પ્રદર્શનીની પણ મુલાકાત લીધી જેમાં નૌસેનાની સ્વદેશી તકનીકી ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમણે પ્રદર્શન સ્થળ પર જ કળા અને શિલ્પ પ્રદર્શનીનું પણ ભ્રમણ કર્યું જ્યાં પુરા દેશના કારીગરોએ પોતાના ઉત્પાદોને પ્રદર્શિત કર્યા છે. પ્રધાનમંત્રીએ ભારતીય નૌસેના સિન્ફની ઓરકેસ્ટ્રા દ્વારા પ્રસ્તુત રાષ્ટ્રપતિ બેન્ડ સંગીત કાર્યક્રમમાં પણ હાજરી આપી. પ્રધાનમંત્રીનું આવતી કાલે વિશાખાપટ્ટનમમાં આંતરરાષ્ટ્રીય ફ્લીટ રીવ્યુના એક કાર્યક્રમના રૂપમાં પરિચાલન પ્રદર્શનનું અવલોકન કરવાનો અને ભાષણ આપવાનો પણ કાર્યક્રમ છે.

UM/J.Khunt