Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા પર મહામહિમ મસૂદ પેઝેશ્કિયનને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ મસૂદ પેઝેશ્કિયનને ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતુઃ

ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના રાષ્ટ્રપતિ તરીકે તમારી ચૂંટણી પર @drpezeshkianને અભિનંદન. અમારા લોકો અને પ્રદેશના હિત માટે અમારા ઉષ્માભર્યા અને લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા તમારી સાથે નજીકથી કામ કરવા માટે આતુર છીએ.”

AP/GP/JD