Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉઝબેકિસ્તાનના યુવા મિત્રોના ઉત્સાહ પર ખુશી વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનની તેમની મુલાકાત પહેલાં ત્યાંના યુવા મિત્રોના ઉત્સાહ પર ખુશી વ્યક્ત કરી હતી. તેમનો ઉત્સાહ દર્શાવતો એક વીડિયો શેર કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેમને હિન્દીમાં આટલી સુંદર રીતે પોતાની વાત રજૂ કરતા જોવા ખાસ કરીને હૃદયસ્પર્શી હતા.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

હું મારી ઉઝબેકિસ્તાન મુલાકાત શરૂ કરવાનો છું, ત્યારે આ વીડિયોમાં સુંદર રીતે રજૂ થયેલા મારા ઉઝબેકિસ્તાનના યુવા મિત્રોના ઉત્સાહને જોઈને મને ખૂબ જ આનંદ થયો છે.

આ બાબતને જે વધુ ખાસ બનાવે છે તે એ છે કે તેઓએ આ હિન્દીમાં કર્યું છે અને ખૂબ જ સરસ રીતે કર્યું છે!”

SM/NP/JD