Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તરકાશીમાં બસ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પર શોક વ્યક્ત કર્યો; અકસ્માતમાં પીડિતો માટે રાહત અને સહાયની જાહેરાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં ઉત્તરકાશીમાં બસ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પર શોકની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ઉત્તરકાશીમાં કમનસીબ બસ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના સ્વજનો સાથે મારી પ્રાર્થના છે. ઇજાગ્રસ્ત લોકોની સ્થિતિ ઝડપથી સુધરે તેવી પ્રાર્થના.”

પ્રધાનમંત્રીએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના સગાસંબંધીઓ માટે પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખની સહાયની તથા ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી.

AP/J.Khunt/TR/GP