Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉધમપુરમાં બસ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં બસ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ આ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે આ દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

“જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં બસ અકસ્માતમાં થયેલા જાનહાનિ વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું.

આ દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારજનોને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com