Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં ભાલા ફેંકમાં રજત અને કાંસ્ય પદક જીતવા બદલ યશવીર સિંહ અને રોહિત યાદવને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સ પોડિયમ પર બે ભારતીય ભાલા ફેંક ખેલાડીઓની સિદ્ધિને બિરદાવતા વ્યક્તિગત શ્રેષ્ઠ (personal best) પ્રદર્શન સાથે રજત પદક જીતવા બદલ યશવીર સિંહને અને કાંસ્ય પદક જીતી લાવવા બદલ રોહિત યાદવને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બંને રમતવીરો અને ભારતીય એથ્લેટિક્સ માટે આ એક અદ્ભુત પરિણામ છે. શ્રી મોદીએ તેમને ભવિષ્યના પ્રયાસો માટે ઉત્તમ શુભેચ્છાઓ પાઠવી હતી.

એક્સ (X) પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

“એશિયન ગેમ્સના પોડિયમ પર બે ભારતીય ભાલા ફેંક ખેલાડીઓ! વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન સાથે રજત પદક જીતવા બદલ યશવીર સિંહને અને કાંસ્ય પદક દેશમાં લાવવા બદલ રોહિત યાદવને અભિનંદન. બંને રમતવીરો અને ભારતીય એથ્લેટિક્સ માટે અદ્ભુત પરિણામ. ભવિષ્યના પ્રયાસો માટે તેમને ઉત્તમ શુભેચ્છાઓ: PM @narendramodi”

SM/DK/JD