Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2026માં ટ્રેપ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ નીરૂ અને કાયનાન ચેનાઈને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2026માં ટ્રેપ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ નીરૂ અને કાયનાન ચેનાઈને અભિનંદન પાઠવ્યા છે.

શ્રી મોદીએ નોંધ્યું કે ભારતીય જોડીએ ફાઇનલમાં એશિયન રેકોર્ડ બનાવ્યો અને આ ઇવેન્ટમાં ભારત માટે પ્રથમ વખત એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ સુનિશ્ચિત કર્યો.

X પરની એક પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું;

“2026ની એશિયન ગેમ્સમાં ટ્રેપ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક ઘરે લાવવા બદલ નીરૂ અને કાયનાન ચેનાઈને અભિનંદન.

ભારતીય જોડીએ ફાઇનલમાં એશિયન રેકોર્ડ બનાવીને આ સ્પર્ધામાં ભારતનો સર્વપ્રથમ એશિયન ગેમ્સ સુવર્ણ ચંદ્રક સુનિશ્ચિત કર્યો છે.

ભારતીય શૂટિંગ માટે એક યાદગાર સિદ્ધિ. બંને ખેલાડીઓને શાબાશી! તેઓ આવનારા સમયમાં હંમેશાં ઝળહળતા રહે: PM @narendramodi”

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]