Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2026માં મહિલાઓની 1500 મીટર T12/13 ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સૌમ્યાને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન પેરા ગેમ્સ 2026માં મહિલાઓની 1500 મીટર T12/13 સ્પર્ધામાં વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સૌમ્યાને અભિનંદન પાઠવ્યા છે. 

શ્રી મોદીએ કહ્યું કે તેમની પહેલી જ ટુર્નામેન્ટમાં તેમનું શાનદાર પ્રદર્શન તેમની પ્રતિભા, સમર્પણ અને નિશ્ચયને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X ના રોજ પોસ્ટ કર્યું કે;

“ખરેખર, એક શાનદાર શરૂઆત!

સૌમ્યાએ એશિયન પેરા ગેમ્સ 2026માં પોતાની છાપ છોડી દીધી છે. તેમણે મહિલાઓની 1500 મીટર T12/13 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો, અને તે પણ તેમના અત્યાર સુધીના શ્રેષ્ઠ સમય સાથે!

તેમની પહેલી જ ટુર્નામેન્ટમાં આટલું મજબૂત પ્રદર્શન તેમની પ્રતિભા, સમર્પણ અને દૃઢ નિશ્ચય દર્શાવે છે. તેમને અભિનંદન: PM @narendramodi”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]