Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એસ્ટોનિયા ગણરાજ્યના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રીએ એસ્ટોનિયા ગણરાજ્યના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 18 ફેબ્રુઆરી 2026 ના રોજ નવી દિલ્હીમાં AI ઇમ્પેક્ટ સમિટના  દરમિયાન એસ્ટોનિયા ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી અલર કારિસ સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ કારિસે પેરિસમાં AI એક્શન સમિટના હાંસિયામાં ગયા વર્ષે થયેલી તેમની મુલાકાતને ઉષ્માપૂર્વક યાદ કરી. તેઓએ લોકશાહી અને કાયદાના શાસનના સહિયારા મૂલ્યો અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતાના સહિયારા લક્ષ્યો પર આધારિત ભારતએસ્ટોનિયા સંબંધોને આગળ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતા દોહરાવી.

નેતાઓએ જાન્યુઆરી 2026 માં 16મી ભારતEU સમિટ દરમિયાન ભારતEU મુક્ત વ્યાપાર કરારના સફળ નિષ્કર્ષ સાથે ભારતEU સંબંધોમાં નોંધપાત્ર વ્યૂહાત્મક ઉછાળાને આવકાર્યો હતો.

નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી, ખાસ કરીને IT અને ડિજિટલાઇઝેશનમાં ચાલી રહેલા સહયોગની, અને શિક્ષણ અને કૌશલ્ય સહિત ભવિષ્યવાદી ટેકનોલોજી, ગવર્નન્સ, સાયબર સિક્યુરિટી, સ્ટાર્ટઅપ્સ અને AI માં સહકાર વધારવાની સંભાવના પર ભાર મૂક્યો. તેઓએ સ્વચ્છ ઊર્જા અને સ્માર્ટ ઊર્જા વ્યવસ્થાપનમાં સહયોગની સંભાવનાઓ પર પણ ચર્ચા કરી.

બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું.

નેતાઓએ ભારત અને એસ્ટોનિયા વચ્ચે વધતા સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો પર સંતોષ વ્યક્ત કર્યો. રાષ્ટ્રપતિ કારિસે એસ્ટોનિયામાં ભારતીય વ્યાવસાયિકોના યોગદાનની પ્રશંસા કરી, અને બંને પક્ષો વધુ ટેલેન્ટ મોબિલિટી (પ્રતિભા ગતિશીલતા) અને પ્રવાસનને સરળ બનાવવા માટે કામ કરવા સંમત થયા.

SM/GP/JD