Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કારગીલ વિજય દિવસે બહાદૂર સૈનિકોને નમન કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કારગીલ દિવસે ભારત માટે લડનારા તમામ બહાદૂર સૈનિકોને નમન કર્યા હતા.

“કારગીલ વિજય દિવસે હું ભારત માટે છેલ્લા શ્વાસ સુધી લડનારા તમામ બહાદૂર સૈનિકોને યાદ કરું છું. તેમની શહીદી આપણને પ્રોત્સાહિત કરે છે.

ભારત સૈનિકોની નિડરતાને ક્યારેય નહીં ભૂલે જે તેમણે ઘૂસણખોરો સામે લડવા દરમિયાન અને અવિસ્મરણિય ઉત્તર આપવામાં બતાવી હતી.

આપણે ગર્વભેર 1999માં ભારતની રાજકીય નેતાગીરીને પણ તેમની દ્ઢતા બદલ યાદ કરીએ, જેના લીધે કારગીલમાં નિર્ણાયક વિજયની ખાતરી મળી હતી.”, એમ પ્રધાનમંત્રીએ કહ્યું.

AP/TR/GP