Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ શ્રી માર્ક કાર્નીને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેનેડાના પ્રધાનમંત્રી તરીકે શ્રી માર્ક કાર્નીને ચૂંટાવા બદલ અને લિબરલ પાર્ટીને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, કાયદાનાં શાસન પ્રત્યેની અડગ કટિબદ્ધતા અને ભારત અને કેનેડાને એકતાંતણે બાંધી રાખતાં લોકો વચ્ચેનાં જીવંત સંબંધો પર પણ ભાર મૂક્યો હતો.

એક્સ પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કેનેડાના પ્રધાનમંત્રી તરીકેની તમારી ચૂંટણી અને લિબરલ પાર્ટીને તેમની જીત બદલ @MarkJCarney અભિનંદન. ભારત અને કેનેડા સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, કાયદાના શાસન પ્રત્યેની દ્રઢ પ્રતિબદ્ધતા અને લોકો વચ્ચેના જીવંત સંબંધોથી બંધાયેલા છે. હું આપણી ભાગીદારીને મજબૂત કરવા અને અમારા લોકો માટે વધુ તકો ખોલવા માટે તમારી સાથે કામ કરવા આતુર છું.”

AP/IJ/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]