Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કોલકાતામાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


​પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં એક દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.

​શ્રી મોદીએ આશ્વાસન આપ્યું હતું કે અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય મળે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર ચોવીસે કલાક કામ કરી રહી છે.

​પ્રધાનમંત્રીએ PMNRF માંથી પ્રત્યેક મૃતકના નજીકના સગાને Rs. 2 લાખ અને ઇજાગ્રસ્તોને Rs. 50,000 ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.

​શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું;

​ગઈકાલે કોલકાતામાં થયેલી દુર્ઘટના દુઃખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના નજીકના સ્વજનોને PMNRF માંથી Rs. 2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને Rs. 50,000 આપવામાં આવશે. અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય મળે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર ચોવીસે કલાક કામ કરી રહી છે: PM @narendramodi

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]