Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુજરાત દિવસ નિમિત્તે ગુજરાતનાં લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યનાં સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતનાં લોકોને શુભકામના પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ગુજરાત દિવસની સૌને શુભકામનાઓ! વેપાર અંગેની કુશળતા અને સાદગી – આ બે ગુણોને કારણે ગુજરાતીઓ પ્રખ્યાત છે. ભારતના ઇતિહાસમાં, ખાસ કરીને આઝાદીની લડાઈમાં, ગુજરાતીઓનું પ્રશંસનીય યોગદાન રહ્યું છે. ભારતના વિકાસમાં ગુજરાતનું પ્રદાન હંમેશા અગ્રેસર રહે એવી મનોકામના.”

****

NP/J.Khunt/GP/RP