પીએમઇન્ડિયા
Gujaratiease પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચંડીગઢમાં ઈન્ડિયા – ફ્રાંસ બિઝનેસ સમિટને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ સીઓપી 21ની વાટાઘાટોમાં જે રીતે સહયોગ આપ્યો એ માટે ફ્રાંસની પ્રશંસા કરી હતી. તેમણે એ પણ યાદ કર્યું કે પ્રમુખ ઓલાંદેએ તેમની સાથે ફોન પર વાતચીત કરી હતી અને સૂચિત સમજૂતી જાહેર થાય તે અગાઉ તેની રૂપરેખા પોતાને ટૂંકમાં જણાવી હતી.
પ્રધાનમંત્રીએ એ વાત પણ યાદ કરી હતી કે સીઓપી-21ની બેઠકના થોડા જ દિવસ અગાઉ પેરિસમાં ભયાનક આતંકી હુમલો થયો હતો. તેમણે જણાવ્યું કે ફ્રાંસે પોતાનાં મૂળ સિદ્ધાંતોથી જરા પણ હટ્યા વિના આતંકવાદનો સામનો કરવાનો માર્ગ દર્શાવ્યો છે. તેમણે કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં ભારત, ફ્રાંસને ખભેખભા મિલાવીને સાથ આપશે.
ભારત અને ફ્રાંસ કેવી રીતે પરસ્પરના પૂરક બને છે એ વિશે પ્રધાનમંત્રીએ લંબાણપૂર્વક વાત કરી અને જણાવ્યું કે હકીકતમાં બંને દેશો એકમેકના માટે જ બન્યા છે. સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્ર વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય પ્રતિભા અને ફ્રાંસની મેન્યુફેક્ચરીંગ ક્ષમતા સાથે મળીને વિશ્વને વધુ સલામત જગ્યા બનાવી શકે છે. આ સંદર્ભે તેમણે સાયબર સિક્યોરિટીમાં પણ આ વાત લાગુ પડતી હોવાનું નોંધ્યું હતું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ફ્રાંસની કંપનીઓએ ભારતમાં નોંધપાત્ર રોકાણો કર્યાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પશ્ચાદવર્તી કરવેરા હવે ભૂતકાળ બની ચૂક્યા છે. તેમણે મિશન ઈનોવેશનની યોજનાનો ઉલ્લેખ કર્યોહતો, જેમાં ભારત, અમેરિકા અને ફ્રાંસ સામેલ છે તેમજ ઈન્ટરનેશનલ સોલર એલાયન્સનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સમિટમાં 16 જેટલા સમજૂતી કરારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
J.Khunt
Business & economic ties are a vital component of India-French ties. Had a fruitful meeting with CEOs in Chandigarh. pic.twitter.com/s3ztQwFoHG
— Narendra Modi (@narendramodi) January 24, 2016
My speech at the India-France Business Summit. https://t.co/1BCPLOXI6R pic.twitter.com/BwMmqbFtgJ
— NarendraModi(@narendramodi) January 24, 2016