પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના કેટલાક ક્ષેત્રોમાં દુષ્કાળ અને પાણીની અછતની સ્થિતિ અંગે યોજાયેલ એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. છત્તીસગઢના મુખ્યમંત્રી ડો. રમણ સિંહ ઉપસ્થિત રહ્યા હતાં. બેઠકમાં કેન્દ્ર સરકાર અને છત્તીસગઢના વરિષ્ઠ અધિકારીગણ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.
રાજ્યના બાકી નાણાંને સરભર કર્યા બાદ રાષ્ટ્રીય આપત્તિ રાહત ફંડ (એનડીઆરએફ) થી રાજ્યને રૂ. 835.695 કરોડ રિલીઝ કરવામાં આવ્યા છે. આ રકમની વર્ષ 2015-16 માટે રાજ્ય આપત્તિ રાહત ફંડ (એસડીઆરએફ) ના કેન્દ્રીય હિસ્સા તરીકે રાજ્યને રિલીઝ કરવામાં આવેલ રૂપિયા 249.725 કરોડ ઉપરાંત છે. વર્ષ 2016-17 માટે રાજ્ય આપત્તિ રાહત ફંડના પ્રથમ હપ્તા તરીકે રૂ. 94.875 કરોડની વધારાની રકમ રિલીઝ કરવામાં આવી છે.
છત્તીસગઢના મુખ્યમંત્રીએ રાજ્ય દ્વારા જળ સંરક્ષણ માટે લેવાયેલાં પગલાંની માહિતી આપી હતી. આ ઉપાયોમાં 8055 જળસ્ત્રોતો અને તળાવોના પાણીને શુદ્ધ કરવું, 44,181 નવા સિંચાઈ તળાવોનું નિર્માણ તથા ભૂમિગત જળ રિચાર્જ કરવા માટે 9851 માળખાઓનું નિર્માણ સામેલ છે. રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવનાર દુષ્કાળ રાહત કાર્યોમાં દરેક ગામમાં પીવાનું પાણી અને ખાદ્યાન્નની વ્યવસ્થા સામેલ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દરેક પંચાયતમાં એક ક્વિન્ટલ ચોખાનો સ્ટોક કરવામાં આવ્યો છે જેથી ગામમાં કોઈ ભૂખ્યુ ના રહે. રાજ્ય સિંચાઈ યોજનાઓ બનાવવા અને વોટરશેડ પર નજર રાખવા માટે રિમોટ સેન્સીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે.
મુખ્યમંત્રીએ 14મા નાણાં પંચની ભલામણોને લાગુ કરવા માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે સ્થાનિક સંસ્થાઓને જે વધારાનું ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે તેના કારણે પાઈપો દ્વારા પાણી પુરવઠા યોજના ફરીથી શરૂ કરવામાં આવી છે. આ યોજના ભંડોળના અભાવે પડતર હતી. હવે રાજ્યોમાં પાઈપો દ્વારા પાણી પુરવઠાની યોજનાઓ ચાલુ થઈ ગઈ છે.
મુખ્યમંત્રીએ નાના બંધોના નિર્માણ સંબંધે રાજ્યની યોજના અને વનીકરણના પ્રયત્નો વિશે માહિતી આપી હતી. તેમણે 2022 સુધીમાં કૃષિ આવકને બમણી કરવા માટે રાજ્યની રણનીતિનો ખુલાસો પણ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે છત્તીસગઢ દ્વારા થનાર કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અન્ય રાજ્યો પણ છત્તીસગઢના મૉડલનો અભ્યાસ કરી શકે છે.
બેઠક કેન્દ્ર અને રાજ્ય દ્વારા હળીમળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા સાથે સમાપ્ત થઈ હતી.
J.Khunt
Met @drramansingh to discuss Chhattisgarh’s drought situation & how centre & state can work together to mitigate it. https://t.co/T7GedApEzN
— Narendra Modi (@narendramodi) May 17, 2016
CM @drramansingh told me that a quintal of rice has been kept with each Panchayat to ensure no one starves in the villages. A good step.
— Narendra Modi (@narendramodi) May 17, 2016
Was briefed on Chhattisgarh’s usage of technology to identify watersheds & plan irrigation strategies & the states’s afforestation efforts.
— Narendra Modi (@narendramodi) May 17, 2016