Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જીએસટી બિલ રાજ્યસભામાં પસાર કરવા માટે તમામ પક્ષોના સભ્યોનો આભાર માન્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં જીએસટી બિલ પસાર કરવા બદલ તમામ પક્ષોના નેતાઓ અને સભ્યોનો આભાર માન્યો છે. જીએસટીને સહકારી સમવાયતંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવતા પ્રધાનમંત્રીએ સંખ્યાબંધ ટ્વિટ્સ મારફતે જણાવ્યું હતું કે આ સુધારાના પગલે મેઈક ઈન ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન મળશે, તે નિકાસો માટે સહાયરૂપ બનશે અને તેના કારણે કમાણી વધવાની સાથે સાથે રોજગારની તકો વધશે.

“રાજ્યસભામાં જીએસટી બિલ પસાર થવાના ઐતિહાસિક પ્રસંગે હું તમામ પક્ષોના નેતાઓ અને સભ્યોનો આભાર માનું છું.

ભારતને 21મી સદી માટે પરોક્ષ વેરાની વ્યવસ્થા આપવા નવી કેડી કંડારવા માટેના તેમના નિર્ણય બદલ હું આપણા સાંસદોને અભિનંદન આપું છું.

તમામ ભારતીયોને લાભદાયી નીવડે તેમજ ગતિશીલ અને એકીકૃત રાષ્ટ્રીય બજારને પ્રોત્સાહનરૂપ બને તેવી વ્યવસ્થા દાખલ કરવા માટે અમે તમામ પક્ષો અને રાજ્યો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.

આ સુધારાને કારણે મેઈક ઈન ઈન્ડિયા અભિયાનને પોત્સાહન મળશે, નિકાસો માટે સહાય મળશે અને તેના કારણે કમાણી વધવાની સાથે સાથે રોજગાર પણ વધશે.

હું એટલું ઉમેરવા માગું છું કે, જીએસટી સહકારી સમવાયતંત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ બનશે. આપણે સહુ સાથે મળીને ભારતને વિકાસની નવી ઊંચાઈઓએ લઈ જઈશું,” એમ પ્રધાનમંત્રીએ ટ્વિટ દ્વારા જણાવ્યું હતું.

****

AP/TR/GP