Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વૈશ્વિક સ્તરે હાજરી સ્થાપિત કરવા અપીલ કરી

પ્રધાનમંત્રીએ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને વૈશ્વિક સ્તરે હાજરી સ્થાપિત કરવા અપીલ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને સ્થાનિક બજારથી પર થઈને આંતરરાષ્ટ્રીય બજાર પર નજર દોડાવવા અને વૈશ્વિક સ્તરે હાજરી નોંધાવવા અપીલ કરી હતી.

ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વલરી ટ્રેડ ફેડરેશન દ્વારા પ્રધાનમંત્રી માટે આયોજિત સન્માન સમારંભમાં બોલતા શ્રી નરેન્દ્ર મોદીએ આ ઉદ્દેશ પરિપૂર્ણ કરવા નવીનતા અને કૌશલ્ય વિકાસ માટે અપીલ કરી હતી. તેમણે હાથથી બનેલી જ્વેલરી માટે વૈશ્વિક જ્વેલરીની માગમાં વધારો થઈ રહ્યો હોવાનું પણ ધ્યાનમાં લીધું હતું.

તાજેતરમાં એક્સાઇઝ મુદ્દે ઊભી થયેલી મડાગાંઠને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ઘર્ષણે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગને સરકાર સાથે કામ કરવાની વધારે સમજણ મેળવવાની તક આપી હતી તથા સાથે સાથે સરકારને પણ આ ક્ષેત્રની બારીક બાબતોને સમજવા મળી હતી. તેમણે જણાવ્યું હતું કે બંને પક્ષે એકબીજાને સમજીને લાભદાયક સ્થિતિ ઊભી થાય તેવી ફોર્મ્યુલા બનાવી છે.

પ્રધાનમંત્રીએ 30 સપ્ટેમ્બર અગાઉ જાહેર ન કરેલી આવકનો ખુલાસો કરવા અપીલ પણ કરી હતી.

TR