Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘ટાઈમ્સ નાઉ’ અદભૂત ભારતીય સમ્માન 2016 પ્રદાન કર્યા

પ્રધાનમંત્રીએ ‘ટાઈમ્સ નાઉ’ અદભૂત ભારતીય સમ્માન 2016 પ્રદાન કર્યા


પ્રધાનમંશ્રી નરેન્દ્ર મોદીએ આજે (14-1-2016) ‘ટાઈમ્સ નાઉ’ અદભૂત ભારતીય સમ્માન 2016 પ્રદાન કર્યા. આ સમ્માન વિપરીત પરિસ્થિતિઓમાં મહાન ઉપલબ્ધિ હાંસલ કરવા માટે અપાયા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સમ્માન મેળવવાની જીવન યાત્રા હીરા સમાન છે. જેને ઓળખ અને ચમક પામતા પહેલા કઠોર પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે.

પ્રધાનમંત્રીએ આ વાત પર દુઃખ વ્યક્ત કર્યું કે સૌથી વધુ ચર્ચા સત્તામાં રહેનારા અથવા સત્તાધારી વર્ગના જીવનની આજુબાજુ ઘૂમતી રહે છે. તેમણે કહ્યું કે જે લોકો મોટી થી મોટી મુશ્કોલીઓ અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ ખૂબ સંઘર્ષ કરી આદર્શ લક્ષ્ય હાંસલ કરે અથવા સમાજ સેવા કરે છે, તેમને ઓછી ઓળખ મળે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં અઢળક યુવાનોને સમાજના જવાબદાર સભ્ય બનવા માટે પ્રેરિત કરનારા શિક્ષકના યોગદાન પર કદાચ જ ધ્યાન અપાય છે, જ્યારે નાના સ્તરના રાજનીતિક કાર્યકર્તાઓને પણ સમ્માન અપાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વભરમાં મહાન ઉપલબ્ધિ હાંસલ કરવાવાળા એ લોકો છે જેમણે પોતાની અંગત મુશ્કેલીઓ અને કઠીન પરિસ્થિતિઓનો સામનો કરી સમાજમાં યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ રામાયણ અને મહાભારતના કેટલાક ઉદાહરણ આપતા કહ્યું કે આ વાત ભારતીય ઈતિહાસ અને પૌરાણિક કથાઓમાં નજર આવે છે. તેમણે પંજ પ્યારે અને છત્રપતિ શિવાજીની સેનાના સાહસી મરાઠા યોદ્ધાઓને પણ યાદ કર્યા.

પ્રધાનમંત્રીએ ટાઈમ્સ નાઉને આવા અદભૂત ભારતીયોને શોધીને સમ્માનિત કરવા માટે શુભેચ્છા આપી. તેમણે સમ્માન મેળવનારા લોકોને શુભકાનાઓ પાઠવતા કહ્યું કે તેમના કાર્યોથી અન્ય લોકો પણ પ્રેરિત થશે.

UM/AP/J.KHUNT/GP