Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ટી-20 વિશ્વકપ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ટી-20 વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ એક વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે આખા દેશને ટીમની સિદ્ધિ પર ગર્વ છે અને તેમના પ્રદર્શનને બિરદાવી રહ્યાં છે, તેમણે વધુમાં કહ્યું કે તેઓએ દરેક મેચ જીતીને આ ટુર્નામેન્ટને વધુ રોમાંચક બનાવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ચેમ્પિયન્સ!

આપણી ટીમ શાનદાર અંદાજમાં ટી20 વર્લ્ડ કપ ઘરે લાવી છે!

અમને ભારતીય ક્રિકેટ ટીમ પર ગર્વ છે.

આ મેચ ઐતિહાસિક હતી.”

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]