Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નક્સલવાદ વિરુદ્ધ ભારતની નિર્ણાયક લડાઈ પર લોકસભામાં શ્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલું સંબોધન શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહજી દ્વારા આપવામાં આવેલું ઉત્કૃષ્ટ ભાષણ શેર કર્યું હતું અને નોંધ્યું હતું કે તે મહત્વપૂર્ણ તથ્યો, ઐતિહાસિક સંદર્ભ અને છેલ્લા એક દાયકામાં સરકારના પ્રયાસોના વિગતવાર અહેવાલથી ભરેલું હતું. શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું હતું કે દાયકાઓ સુધી, પછાત માઓવાદી વિચારધારાએ અનેક પ્રદેશોના વિકાસ પર પ્રતિકૂળ અસર કરી હતી, જેમાં ડાબેરી ઉગ્રવાદે અસંખ્ય યુવાનોના ભવિષ્યને ગંભીર રીતે અસર કરી હતી.

તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષોમાં, સરકારે આ જોખમને જડમૂળથી ઉખેડી નાખવા માટે કામ કર્યું છે, જ્યારે તેની સાથે જ વિકાસના ફાયદા નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે સરકાર સુશાસનને મજબૂત કરવા અને સૌના માટે શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ગૃહ મંત્રી શ્રી અમિત શાહજી દ્વારા આપવામાં આવેલું આ એક ઉત્કૃષ્ટ ભાષણ છે, જે મહત્વપૂર્ણ તથ્યો, ઐતિહાસિક સંદર્ભ અને છેલ્લા દાયકામાં અમારી સરકારના પ્રયાસોથી ભરેલું છે.

દાયકાઓ સુધી, પછાત માઓવાદી વિચારધારાએ અનેક પ્રદેશોના વિકાસ પર પ્રતિકૂળ અસર કરી હતી. ડાબેરી ઉગ્રવાદે અસંખ્ય યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે.

છેલ્લા દાયકામાં, અમારી સરકારે આ જોખમને જડમૂળથી ઉખેડી નાખવા અને સાથે સાથે વિકાસના ફળો નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા તરફ કામ કર્યું છે. અમે સુશાસનને આગળ વધારવા અને સૌના માટે શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીશું.”

SM/NP/JD