પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટ દરમિયાન ફિલિપાઇન્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ વર્તમાન આસિયાન (ASEAN) અધ્યક્ષ તરીકે બ્રિક્સ સમિટમાં ફિલિપાઇન્સની સહભાગિતાનું સ્વાગત કર્યું હતું.
નેતાઓએ તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને રોકાણ, અવકાશ, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફિનટેક, શિક્ષણ, પ્રવાસન, વિજ્ઞાન અને ટેકનોલોજી, નવીનતા (ઇનોવેશન) તથા લોકો-થી-લોકોના સંબંધોના ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ અને વિસ્તારવા સંમતિ દર્શાવી હતી. ઓગસ્ટ 2025માં રાષ્ટ્રપતિ માર્કોસની ભારતની રાજકીય મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સ્થપાયેલી વ્યૂહાત્મક ભાગીદારીના નેજા હેઠળ દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ વધારવા માટે બંને નેતાઓ સંમત થયા હતા. પ્રધાનમંત્રીએ આપત્તિ સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના ગઠબંધન (કોલિશન ફોર ડિઝાસ્ટર રિસિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર) માં જોડાવાના ફિલિપાઇન્સના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું અને વ્યૂહાત્મક ભાગીદારીના તમામ ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનઃરોચ્ચાર કર્યો હતો.
SM/BS/JD
Delighted to meet President Ferdinand Marcos Jr. on the sidelines of the BRICS Summit. Wished him a very happy birthday too.
— Narendra Modi (@narendramodi) September 13, 2026
We reviewed the growing momentum in the India-Philippines Strategic Partnership.
Key focus areas are:
Economic linkages.
Technology.
Trade.… pic.twitter.com/14Q2z7oHct