Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નવી દિલ્હી ખાતે IORA સભ્ય-રાષ્ટ્રોના વિદેશ મંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં IORA કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની 25મી બેઠકમાં ભાગ લેવા આવેલા 23 ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશન (IORA) સભ્ય-રાષ્ટ્રોના વિદેશ મંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ સાથે મુલાકાત કરી હતી.

હિંદ મહાસાગર દ્વારા પોષાયેલા સેંકડો સદીઓ જૂના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ IORA ના અધ્યક્ષ તરીકે તમામ સભ્ય ભાગીદારો સાથે નજીકથી કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સહિયારી સમૃદ્ધિને વધુ મજબૂત બનાવવા માટે MAHASAGAR (મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ફોર સિક્યોરિટી એન્ડ ગ્રોથ એક્રોસ રિજન્સ)ના તેના વિઝનને આગળ વધારવા ઉત્સુક છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“નવી દિલ્હીમાં IORA કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની 25મી બેઠકમાં ભાગ લઈ રહેલા 23 ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશન સભ્ય-રાષ્ટ્રોના વિદેશ મંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓને મળીને આનંદ થયો.

હિંદ મહાસાગરે સેંકડો સદીઓથી આપણા લોકોને જોડ્યા છે. IORA ના અધ્યક્ષ તરીકે, ભારત MAHASAGAR (મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ફોર સિક્યોરિટી એન્ડ ગ્રોથ એક્રોસ રિજન્સ) ના તેના વિઝનને આગળ વધારવા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિને મજબૂત બનાવવા માટે તમામ ભાગીદારો સાથે નજીકથી કામ કરવા ઉત્સુક છે.

@IORAofficial”

SM/IJ/JD