પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાણાકિય ક્ષેત્રના વરિષ્ઠ અમેરિકન મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઇઓ) સાથે ગોળમેજી બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ બેઠકમાં જે. પી. મોરગનના ચેરમેન, સીઇઓ અને અધ્યક્ષ શ્રી જેમી ડીમોન, બ્લેક સ્ટોનના ચેરમેન, સીઇઓ અને સહ સંસ્થાપક શ્રી સ્ટીવ શ્વાર્જમેન, વારબર્ગ પિંક્સના કો.સીઇઓ ચાપ્લ્સ કાએ, કે.કે.આરના કો-ચેરમેન અને કો-સીઇઓ શ્રી હેનરી ક્રેવિસ, જનરલ એટલાન્ટીકના સીઇઓ બિલ ફોર્ડ, એઆઇજી ઇન્શ્યુરન્સના અધ્યક્ષ અને સીઇઓ શ્રી પીટર હેંગકોક, ટાઇગર ગ્લોબલના સહ સંસ્થાપક અને પ્રબંધકિય ભાગીદાર ચેજ કોલમેન તથા ન્યૂયોક સ્ટેટ કોમન રિટાયર્મેન્ટ ફંડના મુખ્ય રોકાણ અધિકારી શ્રી વિક્કી ફૂલર ઉપસ્થિત હતા.
મુખ્ય કાર્યકારી અધિકારીઓએ પ્રધાનમંત્રી દ્વારા ભારતમાં વ્યવસાય કરવામાં સુગમતા લાવવા માટે ઉઠાવવામાં આવેલા પગલા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ તથા ડિઝિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા સહિત વિભિન્ન પહેલોની સરાહના કરી હતી. મુખ્ય કાર્યકારી અધિકારીઓએ ભારતીય સ્ટાર્ટ અપ ક્ષેત્રમાં રુચિ દર્શાવી અને ઉદ્યમ તથા નવી શરૂઆતોમાં રોકાણ કરવાની ઇચ્છા પ્રકટ કરી હતી. મુખ્ય કાર્યકારી અધિકારીઓએ ભારતમાં રોકાણ કરવા અંગે કર નિર્ધારણ અને નોકરશાહીની અમુક સમસ્યાઓ અંગે જણાવ્યું હતું.
ભારતના જુદા જુદા ક્ષેત્રોમાં રોકાણ વધારવા માટે પ્રધાનમંત્રીઓ પોતાના ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા’ની પરિકલ્પના રાખી હતી. તેમણે જણાવ્યું હતું કે સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રની સાથે જ તે ખાનગી શરૂઆત અને ઉદ્યમિતા પર ભાર આપી રહ્યા છે, જેનો ઉલ્લેખ તે ‘વ્યક્તિગત ક્ષેત્ર’ના રૂપે કરે છે. તેમણે જણાવ્યું હતું કે સ્ટાર્ટ અપ અને નવાચાર. સૂચના ટેકનિકલ ક્રાંતિના કેન્દ્રમાં રહે છે.
પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે ગોળમેજી બેઠકમાં તમામ મુખ્ય કાર્યકારી અધિકારીઓએ ફક્ત ભારતી જ સંભાવનાઓ વિશે વાત નહોતી કરી પરંતુ તેમાં વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓએ પોતાની ચિંતાઓને સ્પષ્ટ રીતે સામે રાખી હતી.
પ્રધાનમંત્રીઅે છેલ્લા 15 મહિનાઓમાં થયેલી આર્થિક પ્રગતિને રેખાંકિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ અવધિમાં ભારતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ ઘણું વધ્યું છે, જે વિશ્વભરમાં રાખવામાં આવી રહેલા અભિગમથી વિપરીત છે, એનાથી ખબર પડે છે કે રોકાણકારોનો ભારતમાં વિશ્વાસ વધ્યો છે.
પ્રધાનંત્રીએ વ્યવસાય કરવામાં સુગમતા માટે રાષ્ટ્રોને વિશ્વ બેન્ક દ્વારા આપવામાં આવેલી રેન્કિંગ વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હવે આ ક્ષેત્રના રાષ્ટ્રો વચ્ચે સ્વસ્થ પ્રતિસ્પર્ધા છે. પ્રધાનમંત્રીએ દેશની એલપીજી સબ્સીડી માટે સીધો લાભ હસ્તાંતરણ યોજના વિશે પણ જણાવ્યું હતું, જે વિશ્વમાં સૌથી મોટી સીધા લાભ માટેની યોજના રૂપે ઊભરી છે. પ્રધાનમંત્રીએ વિમા, રેલવે અને રક્ષા જેવા ક્ષેત્રોમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની વ્યવસ્થામાં આપવામાં આવેલી ઢીલ વિશે પણ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કૃષિ અને સ્વાસ્થ્ય ક્ષેત્રો માટે ઉત્પાદન સહિત અમુક એવા વિશેષ ક્ષેત્રો વિશે પણ જણાવ્યું હતું જ્યાં તેની ઘણી સંભાવનાઓ છે. તેમણે જણાવ્યું હતું કે રક્ષા નિર્માણ, ઇલેક્ટ્રોનિક ઉત્પાદન નિર્માણ, નવીકરણિય ઉર્જા ઉપકરણ, રેલ અને મેટ્રો, સ્વચ્છ ભારત અને ડિઝિટલ ઇન્ડિયા એવા ક્ષેત્ર છે જ્યાં રોકાણની અપાર સંભાવનાઓ છે. તેમણે નવીકરણીય ઉર્જા પેદા કરવા માટે તેમની સરકારે અમુક લક્ષ્યાંકો નક્કી કર્યા છે, જેનાથી ભારતમાં ભારે રોકાણ કરવાની તકો વધી છે.
AP/J.Khunt
It's business first...PM @narendramodi at a roundtable on the financial sector in New York. pic.twitter.com/uTCUQgPnte
— PMO India (@PMOIndia) September 24, 2015
Roundtable with Financial Sector CEOs was a fruitful exchange of views on economic issues. Urged CEOs to invest in India in various sectors.
— Narendra Modi (@narendramodi) September 24, 2015
Highlighted steps taken by Govt. to improve business environment in India & how this translated into increased FDI & investor confidence.
— Narendra Modi (@narendramodi) September 24, 2015
CEOs were very interested in India's start-up sector. They appreciated steps taken by Govt. to make business easier. http://t.co/3pvqwaYG89
— Narendra Modi (@narendramodi) September 24, 2015
More discussions on business, investment and the economy during the interaction with leading CEOs. pic.twitter.com/smRcFePhVA
— PMO India (@PMOIndia) September 25, 2015
My meetings continued with world leaders, business persons & media CEOs. Here are some photos. pic.twitter.com/eNREDqTD5P
— Narendra Modi (@narendramodi) September 25, 2015
My interaction with Fortune 500 CEOs was on investment opportunities in India & why they must come & @makeinindia! pic.twitter.com/XVK18jbjuC
— NarendraModi(@narendramodi) September 25, 2015