Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેપાળના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેપાળના પ્રધાનમંત્રી શ્રી બલેન્દ્ર શાહ સાથે વાતચીત કરી હતી અને નેપાળમાં આવેલા પૂરના કારણે થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં ભારતના લોકો નેપાળના તેમના બહેનો અને ભાઈઓ સાથે એકજૂથતાથી ઉભા છે.

તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત નેપાળને તમામ શક્ય માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે, અને ભારતીય ટીમો બચાવ અને રાહત પ્રયાસો પર નેપાળના સત્તાવાળાઓ સાથે નજીકથી સંકલન કરી રહી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:પ્રધાનમંત્રી બલેન્દ્ર શાહ સાથે વાત કરી અને નેપાળમાં પૂરને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. આ મુશ્કેલ સમયમાં ભારતના લોકો નેપાળના પોતાના બહેનો અને ભાઈઓ સાથે એકજૂથતાથી ઉભા છે. ભારત નેપાળને તમામ શક્ય માનવતાવાદી સહાય પૂરી પાડવા તૈયાર છે. અમારી ટીમો બચાવ અને રાહત પ્રયાસો પર નજીકથી સંકલન કરી રહી છે.”

@PM_nepal_ @ShahBalen

SM/NP/JD