Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેપાળમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના નેતાઓને ચૂંટણીમાં મળેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના અધ્યક્ષ શ્રી રવિ લામિછાને અને RSP ના વરિષ્ઠ નેતા શ્રી બલેન્દ્ર શાહ સાથે ટેલિફોન પર હૂંફાળી વાતચીત કરી હતી.

શ્રી મોદીએ બંને નેતાઓને તેમને ચૂંટણીમાં મળેલી જીત અને નેપાળની ચૂંટણીમાં RSP ની ભવ્ય સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આગામી નવી સરકાર માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી અને બંને દેશોના લોકોની પરસ્પર સમૃદ્ધિ, પ્રગતિ અને સુખાકારી માટે તેમની સાથે કામ કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

ભારત-નેપાળ સંબંધોના ભવિષ્યમાં વિશ્વાસ વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે સંયુક્ત પ્રયાસોથી, બંને દેશો વચ્ચેની ભાગીદારી આવનારા વર્ષોમાં નવી ઊંચાઈઓ સર કરશે.

X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના અધ્યક્ષ શ્રી રવિ લામિછાને અને RSP ના વરિષ્ઠ નેતા શ્રી બલેન્દ્ર શાહ સાથે ટેલિફોન પર હૂંફાળી વાતચીત કરી.

બંને નેતાઓને તેમની ચૂંટણીમાં મળેલી જીત અને નેપાળની ચૂંટણીમાં RSP ની ભવ્ય સફળતા બદલ અભિનંદન પાઠવ્યા. તેમની આગામી નવી સરકાર માટે મારી શુભેચ્છાઓ પાઠવી અને આપણા બંને દેશોની પરસ્પર સમૃદ્ધિ, પ્રગતિ અને સુખાકારી માટે તેમની સાથે કામ કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

મને વિશ્વાસ છે કે આપણા સંયુક્ત પ્રયાસોથી, ભારત અને નેપાળના સંબંધો આવનારા વર્ષોમાં નવી ઊંચાઈઓ સર કરશે.

@hamrorabi

@ShahBalen

@party_swatantra”

SM/NP/JD