Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે સત્તાવાર વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે સત્તાવાર વાર્તાલાપ કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં ગવર્નમેન્ટ હાઉસ ખાતે ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે મુલાકાત કરી હતી. ગવર્નમેન્ટ હાઉસ પહોંચ્યા બાદ તેમનું પરંપરાગત માઓરી સ્વાગત કરવામાં આવ્યું. સમારોહમાં શાંતિ, આદર અને સ્વાગતનું પ્રતીક કરતી પરંપરાગત માઓરી વિધિઓનો સમાવેશ થતો હતો. ઔપચારિક સ્વાગત પછી, પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરથી સમ્માનિત  કરવામાં આવ્યા હતા.

બંને પ્રધાનમંત્રીઓએ મર્યાદિત અને પ્રતિનિધિમંડળસ્તરના ફોર્મેટમાં વ્યાપક દ્વિપક્ષીય ચર્ચાઓ કરી હતી. તેમની સંવાદમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, એગ્રીટેક, રમતગમત, શિક્ષણ, પ્રવાસન, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો સહિત દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ આવરી લેવામાં આવ્યા હતા. તેઓ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર સુધી લઈ જવા માટે સંમત થયા હતા, જે ભારતન્યૂઝીલેન્ડ સંબંધોમાં એક નવો અધ્યાય દર્શાવે છે. તેમણે પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહકારને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓએ ભારતન્યૂઝીલેન્ડ મુક્ત વેપાર કરારના વહેલા અમલીકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો. બંને પ્રધાનમંત્રીઓએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું અને બહુપક્ષીય મંચોમાં સહકાર મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

સંવાદ બાદ, બંને પ્રધાનમંત્રીઓએ સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા, હાઈડ્રોગ્રાફી, રમતગમત, આપત્તિ વ્યવસ્થાપન, ડેરી, પ્રવાસન, દરિયાઈ હેરિટેજ, સંસ્કૃતિ, ફૂડ ટેક્નોલોજી અને સમુદ્ર સંશોધનના ક્ષેત્રોમાં કેટલાંક સમજૂતી જ્ઞાપન (MoUs) અને સમજૂતીઓના આદાનપ્રદાનના સાક્ષી બન્યા હતા. પરિણામોની સૂચિ અહીં [link] જોઈ શકાય છે. દ્વિપક્ષીય ભાગીદારી માટે આગળના માર્ગ પર એક સંયુક્ત નિવેદન પણ બંને નેતાઓ દ્વારા અપનાવવામાં આવ્યું હતું [Link].

પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી લક્સનનો તેમની ઉષ્મા અને આતિથ્ય સત્કાર માટે આભાર માન્યો હતો અને તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]