Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે  પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ડિતોને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ક્યારેય ભૂલાશે નહીં અને આ દુઃખની ઘડીમાં તેમના પરિવારો સાથે ઉભા રહેવાની રાષ્ટ્રની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત આ દુઃખની ઘડીમાં અને આતંકવાદ સામેના તેના અતૂટ સંકલ્પમાં એકતા સાથે ઉભું છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે દેશ ક્યારેય કોઈપણ રીતે આતંકવાદ સામે ઝૂકશે નહીં અને આતંકવાદીઓના નાપાક ઇરાદા ક્યારેય સફળ થશે નહીં.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ગયા વર્ષે આજના દિવસે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને યાદ કરું છું. તેમને ક્યારેય ભૂલવામાં આવશે નહીં. આ દુઃખ સહન કરી રહેલા શોકગ્રસ્ત પરિવારો સાથે મારી લાગણીઓ અને સંવેદનાઓ છે.

એક રાષ્ટ્ર તરીકે, આપણે શોક અને સંકલ્પમાં એકતાથી ઉભા છીએ. ભારત ક્યારેય કોઈપણ પ્રકારના આતંકવાદ સામે ઝૂકશે નહીં. આતંકવાદીઓના નાપાક ઇરાદા ક્યારેય સફળ થશે નહીં.”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com