Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પીઢ અભિનેતા શ્રી સલીમ કુમારજીના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પીઢ અભિનેતા શ્રી સલીમ કુમારજીના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એક પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન, તેમણે વિવિધ પ્રકારની ભૂમિકાઓમાં પોતાની વૈવિધ્યતા અને યાદગાર પ્રદર્શનો દ્વારા એક આગવી છાપ છોડી હતી.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે દુઃખની આ ઘડીમાં તેમની સંવેદનાઓ પીઢ અભિનેતાના પરિવાર અને અસંખ્ય પ્રશંસકોની સાથે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

પીઢ અભિનેતા શ્રી સલીમ કુમારજીના નિધનથી ઊંડા લોકશોકની લાગણી અનુભવું છું. એક પ્રતિષ્ઠિત કારકિર્દી દરમિયાન, તેમણે વિવિધ પ્રકારની ભૂમિકાઓમાં પોતાની વૈવિધ્યતા અને યાદગાર પ્રદર્શનો દ્વારા એક આગવી છાપ છોડી હતી. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકોની સાથે છે. ઓમ શાંતિ.”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]