Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પોલીસ સ્મૃતિ દિવસ પર બહાદુર પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘પોલીસ સ્મૃતિ દિવસ’ નિમિત્તે તમામ પોલીસ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુના સામે લડવા, આપત્તિનો તાત્કાલિક જવાબ આપવા અને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં તેમના અમૂલ્ય યોગદાનને સ્વીકાર્યું હતું.

ફરજ બજાવતા પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર પોલીસ કર્મચારીઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપતા શ્રી મોદીએ કહ્યું કે તેમની હિંમત, અતૂટ સમર્પણ અને સર્વોચ્ચ બલિદાન હંમેશા રાષ્ટ્રની સ્મૃતિમાં અંકિત રહેશે.

‘X’ પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:

પોલીસ સ્મૃતિ દિવસ એ આપણા પોલીસ કર્મચારીઓ પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રસંગ છે, જેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અત્યંત નિષ્ઠાપૂર્વક સેવા આપે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાથી લઈને ગુના સામે લડવા, કટોકટીનો સામનો કરવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા સુધી, તેમનું યોગદાન અમૂલ્ય છે.

ફરજ બજાવતા પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર પોલીસ કર્મચારીઓને આપણે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તેમની હિંમત, અતૂટ સમર્પણ અને સર્વોચ્ચ બલિદાન આપણા રાષ્ટ્રની સ્મૃતિમાં હંમેશા અંકિત રહેશે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]