પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 26 ઓગસ્ટ,2015ના રોજ અગ્ર-સક્રિય વહીવટ અને સમય પર અમલીકરણ માટે આઈસીટી-આધારિત, બહુ આયામી મંચ- ‘પ્રગતિ’ના માધ્યમથી પાંચમાં પારસ્પરિક વિચાર-વિમર્શની અધ્યક્ષતા કરી હતી.
આજના પોતાના સમીક્ષા કાર્યક્રમમાં, પ્રધાનમંત્રીએ ટપાલ ઘરો સાથે સંબંધિત ફરિયાદો અંગે ચિંતા વ્યક્ત કરી. એ વાત પર ધ્યાન આપતા કે ટપાલ સેવાઓ ગરીબ વર્ગો માટે અત્યંત મહત્વપૂર્ણ છે, તેમણે ટપાલ વિભાગને સેવાઓ વધુ સારી બનાવવા, ખાસ કરીને પોલીસીના લાભોની ચૂકવણી, મનીઓર્ડર, ટપાલ બચત ખાતા અને ટપાલ મોકલવામાં થતા વિલંબમાં સુધારો લાવવાનો નિર્દેશ આપ્યો.
પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશ તેલંગાણા, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને ઉત્તરપ્રદેશ સહિત ઘણાં રાજ્યોમાં ફેલાયેલી રેલ, માર્ગ, વિજળી, દૂરસંચાર અને કૃષિ બુનિયાદી માળખા ક્ષેત્રની મુખ્ય પરિયોજનાઓની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. સમીક્ષા કરાયેલી પરિયોજનાઓમાં પશ્ચિમી સમર્પિત કોરીડોર અને ચેન્નાઈ મેટ્રો રેલ પણ સામેલ હતી. પ્રધાનમંત્રીએ પરિયોજનાઓને ઝડપથી પૂર્ણ કરવા માટે કાર્યમાં ઝડપ લાવવા માટે પણ અપીલ કરી હતી.
શ્રી નરેન્દ્ર મોદીએ ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત ક્ષેત્રમાં મોબાઈલ સેવાના પ્રાવધાન માટેની યોજનાની પણ સમીક્ષા કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે મોબાઈલ સંપર્ક ખાસ કરીને પછાત ક્ષેત્રોમાં સામાન્ય વ્યક્તિ માટે અત્યંત આવશ્યક છે. તેમણે દરેક સંબંધિત રાજ્યોને આ યોજનાના અમલીકરણમાં ઝડપ લાવવા માટે અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીને આસામ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકના ત્રણ પોલીસ સ્ટેશનો સાથે સીધા વિડીયો વાર્તાલાપના માધ્યમથી અપરાધ અને અપરાધી દેખરેખ નેટવર્ક અને વ્યવસ્થાની પ્રગતિનું પણ પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. તેમણે દેશભરમાં આ યોજનાના ત્વરીત અમલીકરણ અને વિશેષજ્ઞતાનું સ્તર બંનેને પ્રોત્સાહન આપવાનું આહ્વાન કર્યું.
AP/J.Khunt/GP