Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રોફેસર સ્ટીફન હોકિંગના અવસાન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રોફેસર સ્ટીફન હોકિંગના મૃત્ય પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “પ્રોફેસર સ્ટીફન હોકિંગ એક ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ હતા. તેના ધૈર્ય અને દ્રઢતાથી દુનિયાભરના લોકોને પ્રેરણા મળી હતી. શ્રી હોકિંગનું અવસાન દુઃખદ છે. પ્રોફેસર હોકિંગના શ્રેષ્ઠ કાર્યોએ વિશ્વને એક શ્રેષ્ઠ સ્થાન બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.”

NP/J.Khunt/GP/RP