પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષનાં પ્રસંગે આજે પ્રજાસત્તાક ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન સાથે ટેલીફોન પર વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ટેલીફોન પર ભારતનાં લોકો અને પોતાના તરફથી રાષ્ટ્રપતિ મેક્રોનને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શ્રી મેક્રોની સાથે બિયારિત્ઝ અને ચેન્ટલીમાં થયેલી એમની અગાઉની બેઠકોને યાદ કરી હતી. તેમણે ભારત અને ફ્રાંસ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરવાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું હતું. તેમણે બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં ગાઢ થઈ રહેલા સંબંધો પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
બંને નેતાઓએ પારસ્પરિક સંબંધોની સાથે પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિતિઓમાં પારસ્પરિક હિતો સાથે સંબંધિત વિવિધ પાસાંઓ પર પણ ચર્ચાવિચારણા કરી હતી.
તેમણે બંને દેશો વચ્ચે સંરક્ષણ, બિનસૈન્ય પરમાણુ ઊર્જા અને દરિયાઈ સુરક્ષા સાથે સંબંધિત ક્ષેત્રો સહિત બહુમુખી વ્યૂહાત્મક સહયોગને વધારે વ્યાપક બનાવવા માટે એકબીજા સાથે સંપર્ક જાળવી રાખવા સંમતિ પ્રકટ કરી હતી.
***
RP