પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રેન્ચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરી હતી.
વાતચીત દરમિયાન, બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ અંગે તેમની સહિયારી ચિંતાઓ પર ચર્ચા કરી હતી અને સંવાદ અને રાજદ્વારી માધ્યમો પર પાછા ફરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત અને ફ્રાન્સ આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે નજીકથી જોડાયેલા રહેશે અને પ્રયાસોનું સંકલન કરશે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“આજે મારા મિત્ર રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરી. અમે પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ અંગેની અમારી સહિયારી ચિંતાઓ અને સંવાદ અને રાજદ્વારી માધ્યમો પર પાછા ફરવાની જરૂરિયાત પર ચર્ચા કરી. અમે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે નજીકથી જોડાવાનું અને પ્રયાસોનું સંકલન કરવાનું ચાલુ રાખીશું.
@EmmanuelMacron”
Spoke with my friend President Emmanuel Macron today. We discussed our shared concerns over the evolving situation in West Asia and the need for a return to dialogue and diplomacy. We will continue to engage closely and coordinate efforts towards the early restoration of peace…
— Narendra Modi (@narendramodi) March 5, 2026
SM/NP/JD