Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ‘બાર’માં શ્યામજી કૃષ્ણ વર્માની મરણોપરાંત બહાલીનું પ્રમાણપત્ર ગુજરાતના મુખ્યમંત્રીને સોંપ્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘બાર’માં શ્યામજી કૃષ્ણ વર્માની મરણોપરાંત બહાલીનું પ્રમાણ પત્ર આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને સોપ્યું હતું. આ બહાલી લંડન સ્થિત માનનીય ‘સોસાયટી ઓફ ધ ઇનર ટેમ્પલ’ દ્વારા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આ પ્રમાણપત્ર ગયા મહિને તેમની લંડન યાત્રા દરમિયાન બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી ડેવિડ કેમરૂનની ઉપસ્થિતિમાં પ્રદાન કરવામાં આવ્યું હતું.

આ સમારંભ ગુજરાતના ભુજમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્વાન વ્યક્તિ હતા, કાશીમાં તેમની અસાધારણ કદર હતી તથા તેમણે લંડનમાં ભારતની આઝાદીનો મુદ્દો ખૂબ જ સક્રિયતાથી ઉઠાવ્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પોલીસ મહાનિદેશકોના સંમેલનમાં ભાગ લેવા માટે કચ્છનો પ્રવાસ કરી રહ્યા છે, જે હંમેશા દિલ્હીમાં આયોજિત કરવામાં આવતો હતો, જોકે તેમણે ગયા વર્ષે તેનું આયોજન રાજધાનીથી બહાર કરવાની પહેલ કરી હતી. પ્રધાનમંત્રીએ આ વાત પર અત્યંત ખુશી વ્યક્ત કરી હતી કે કચ્છના રણમાં આયોજિત કરવામાં આવતો ‘રણોત્સવ’ તહેવાર પર્યટકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઇ ગયો છે અને હવે તો તેણે વિશ્વ પર્યટન નક્શામાં પોતાની વિશિષ્ટ જગ્યા બનાવી લીધી છે.

J.khunt