પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં તેની ઉપસ્થિતિનો વિસ્તાર કરવાની અને દેશના અર્થતંત્ર, બજારો તથા લોકો સાથે તેના જોડાણને વધુ મજબૂત કરવાની બ્લૂમબર્ગની યોજનાઓને આવકારી છે.
X પરની એક પોસ્ટમાં, માઇકલ બ્લૂમબર્ગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને “સતત મુદતો માટે ભારતના સૌથી લાંબો સમય સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી” તરીકે વર્ણવ્યા હતા અને ભારતની ઝડપી આર્થિક વૃદ્ધિ તથા વૈશ્વિક નેતૃત્વ તરફના ઉદયનો સ્વીકાર કર્યો હતો. તેમણે ભારતના ભવિષ્ય માટેના પ્રધાનમંત્રીના વિઝનનો પણ સંદર્ભ આપ્યો હતો અને ભારતમાં બ્લૂમબર્ગના 30મા વર્ષ તથા દેશમાં તેનો વિસ્તાર કરવાની તેની યોજનાઓ વિશે ચર્ચા કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
X પર માઇકલ બ્લૂમબર્ગની પોસ્ટનો પ્રતિસાદ આપતા, પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે સવારે તેમને મળીને આનંદ થયો અને ભારતમાં 30 વર્ષ પૂર્ણ કરવા બદલ બ્લૂમબર્ગને અભિનંદન પાઠવ્યા.
શ્રી મોદીએ ભારતમાં તેની ઉપસ્થિતિનો વિસ્તાર કરવાની અને આપણા અર્થતંત્ર, બજારો તથા લોકો સાથે તેના જોડાણને વધુ મજબૂત કરવાની બ્લૂમબર્ગની યોજનાઓને આવકારી હતી. તેમણે ભારતની વિકાસયાત્રા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ઊભી થઈ રહેલી અસીમ તકો પર પણ પ્રકાશ પાડ્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“આજે સવારે તમને મળીને ખૂબ આનંદ થયો.
ભારતમાં 30 વર્ષ પૂર્ણ કરવા બદલ બ્લૂમબર્ગને અભિનંદન. અમે ભારતમાં તેની ઉપસ્થિતિનો વિસ્તાર કરવા અને આપણા અર્થતંત્ર, બજારો તથા લોકો સાથે તેના જોડાણને વધુ મજબૂત કરવાની બ્લૂમબર્ગની યોજનાઓને આવકારીએ છીએ.
ભારતની વિકાસયાત્રા તમામ ક્ષેત્રોમાં અસીમ તકો ઊભી કરવાનું ચાલુ રાખે છે.”
It was a delight meeting you this morning.
Congratulations to Bloomberg on completing 30 years in India. We welcome Bloomberg’s plans to expand its presence in India and deepen its engagement with our economy, markets and people.
India’s growth story continues to create immense opportunities across sectors.
— Narendra Modi (@narendramodi) October 13, 2026
a
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
It was a delight meeting you this morning. Congratulations to Bloomberg on completing 30 years in India. We welcome Bloomberg's plans to expand its presence in India and deepen its engagement with our economy, markets and people. India’s growth story continues to create immense opportunities across sectors.
— Narendra Modi (@narendramodi) October 13, 2026