Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારત ઇનોવેટ્સ કાર્યક્રમમાં તેમના સંબોધનના મુખ્ય અંશો શેર કર્યા

પ્રધાનમંત્રીએ ભારત ઇનોવેટ્સ કાર્યક્રમમાં તેમના સંબોધનના મુખ્ય અંશો શેર કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સમાં આયોજિત ભારત ઇનોવેટ્સ કાર્યક્રમમાં તેમના સંબોધનના મુખ્ય અંશો શેર કર્યા છે.

X પર પોસ્ટની એક શૃંખલામાં, શ્રી મોદીએ કહ્યું;

“ભારત આવો.

અમારી સાથે મળીને કામ કરો.

ભારતમાં ડિઝાઇન કરો.

ભારતમાં ડેવલપ કરો.

અને દુનિયા માટે સોલ્યુશન્સ તૈયાર કરો.

@BharatInnov2026”

“ઇનોવેશન ભારતના ડીએનએમાં છે.

ભારતના યુવાનો તમામ ક્ષેત્રોમાં ઇનોવેશન કરી રહ્યા છે. તેઓ વૈશ્વિક સ્તરના કપરા પડકારોના ઉકેલો પણ શોધી રહ્યા છે.

@BharatInnov2026”

“આજે, દુનિયા એવી ટેકનોલોજી તરફ જોઈ રહી છે જે વિશ્વસનીય, સમાવેશી, માનવ-કેન્દ્રિત હોય અને વૈશ્વિક કલ્યાણ માટે સમર્પિત હોય.

આવા સમયે, ભારતની પ્રાયોરિટી સ્પષ્ટ છે… ટેકનોલોજી ફોર હ્યુમેનિટી (માનવતા માટે ટેકનોલોજી) અને હ્યુમેન-સેન્ટ્રિક ઇનોવેશન.

@BharatInnov2026”

“ભારત સ્કેલ અને સ્પીડ સાથે ઇનોવેટ કરે છે.

ભારત ટકાઉ ભવિષ્ય માટે ઇનોવેટ કરે છે.

અને ભારત સમગ્ર વિશ્વ માટે ઇનોવેટ કરે છે.

@BharatInnov2026”

SM/NP/JD