Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારત – જાપાન બીઝનેસ લીડર્સ ફોરમને સંબોધિત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શ્રી શિન્ઝો આબેએ આજે નવી દિલ્હીમાં ભારત – જાપાન બીઝનેસ લીડર્સ ફોરમને સંબોધિત કરી હતી.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે ભારત અને જાપાન સાથે સાથે આગળ વધે. બન્ને દેશો ફક્ત હાઈ સ્પીડ ટ્રેનના ક્ષેત્રમાં જ આગળ નહીં વધે પણ તેઓ હાઈ સ્પીડ ગ્રોથ (ઉચ્ચ વિકાસ દર) માટે પણ એક સાથે મળીને પગલું ભરે.

પ્રધાનમંત્રીએ પાછલા વર્ષની પોતાની જાપાન યાત્રાને યાદ કરી હતી અને જાપાન તરફથી ભારતમાં 35 અરબ ડોલરના મૂડીરોકાણની પ્રતિબદ્ધતાની પણ યાદ અપાવી હતી. તેમણે કહ્યું હતું કે એ સમયે રોકાણની આટલી મોટી રકમે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પરંતુ આજે ખૂબ ઓછા સમયમાં આ દિશામાં અકલ્પનિય પ્રગતિ થઇ છે અને જાપાનના મૂડીરોકાણની રૂપરેખા હવે વાસ્તવિકતાના રૂપમાં જોવા મળી રહી છે.

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેક ઇન ઇન્ડિયા મિશન મોડ પર ચાલવાવાળી પ્રક્રિયા છે. આ કાર્યક્રમ ફકત ભારતમાં જ નહીં પરંતુ જાપાનમાં પણ આ જ મોડ પર ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે પાછલા વર્ષ નીતિગત પ્રયોગના સ્તરે શરુ થયેલ જાપાન પ્લસ અભિયાન પણ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ તાજેતરમાં ભારત અને જાપાનના કેટલાક આર્થિક સંકેતોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે ખૂબ પ્રોત્સાહન પૂરું પાડનાર છે. ખાસ કરીને એવા સમયે કે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા સારું પ્રદર્શન ન કરી રહી હોય. પ્રધાનમંત્રીએ કહ્યું કે એમાં કોઇ શંકા નથી કે ભારત સંભાવનાઓની ધરતી છે. તેમણે યાદ અપાવ્યું કે જાપાન ભારતના અનેક આર્થિક મુદ્દાઓનો હિસ્સો રહ્યો છે. તેમણે આ સંબંધમાં મારુતિ કાર અને ડીએફસી (ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર)નો પણ ઉલ્લેખ કર્યો હતો.

J.Khunt/GP