પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ ભવ્ય વારસો, સમૃદ્ધ સંસ્કૃતિ અને અદ્ભુત કુદરતી સૌંદર્યની ભૂમિ છે અને તેના વિશ્વ-પ્રસિદ્ધ વારસા સ્થળો રાજ્યની ઐતિહાસિક ઓળખને વધુ સમૃદ્ધ બનાવે છે.
શ્રી મોદીએ જણાવ્યું કે, “મધ્યપ્રદેશના લોકોએ તેમની પ્રતિભા અને ઉદ્યોગસાહસિક ભાવના દ્વારા દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કૃષિ, ઉદ્યોગ, પર્યટન, શિક્ષણ અને માળખાગત સુવિધાઓથી લઈને નવીનતા સુધી, રાજ્ય નવા માપદંડો સ્થાપિત કરી રહ્યું છે.”
પ્રધાનમંત્રીએ ‘X’ પર પોસ્ટ કર્યું:
મધ્યપ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના તમામ ભાઈ-બહેનોને હાર્દિક શુભેચ્છાઓ!
આપણું રાજ્ય ભવ્ય વારસા, સમૃદ્ધ સંસ્કૃતિ અને અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યની ભૂમિ છે. અહીંના વિશ્વપ્રસિદ્ધ વારસાના સ્થળો તેની ભવ્ય ઐતિહાસિક ઓળખને વધુ ઉજ્જવળ બનાવે છે.
મધ્યપ્રદેશના લોકોએ પોતાની પ્રતિભા અને ઉદ્યમી ભાવના દ્વારા દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કૃષિ, ઉદ્યોગ, પ્રવાસન, શિક્ષણ અને માળખાકીય સુવિધાઓથી લઈને ઇનોવેશન સુધી, રાજ્ય સતત નવા સીમાચિહ્નો સર કરી રહ્યું છે. પોતાના સર્વાંગી વિકાસની સાથે સાથે, તે ‘આત્મનિર્ભર ભારત’ના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
હું પ્રાર્થના કરું છું કે આ વિશેષ અવસર રાજ્યના તમામ નાગરિકોના જીવનમાં ખુશી, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.
मध्य प्रदेश के सभी भाई-बहनों को राज्य के स्थापना दिवस की हार्दिक शुभकामनाएं!
हमारा यह प्रदेश गौरवशाली विरासत, समृद्ध संस्कृति और अद्भुत प्राकृतिक सौंदर्य की भूमि है। यहां के विश्वविख्यात धरोहर स्थल इसकी ऐतिहासिक पहचान को और भव्य बनाते हैं।
मध्य प्रदेश के लोगों ने अपनी प्रतिभा और उद्यमशीलता से हर क्षेत्र में उल्लेखनीय योगदान दिया है। कृषि, उद्योग, पर्यटन, शिक्षा और इंफ्रास्ट्रक्चर से लेकर इनोवेशन तक, प्रदेश नित-नई उपलब्धियां हासिल कर रहा है। अपने सर्वांगीण विकास के साथ आत्मनिर्भर भारत के निर्माण में भी यह अहम भूमिका निभा रहा है।
मेरी कामना है कि यह विशेष अवसर राज्य के मेरे परिवारजनों के जीवन में सुख, शांति और समृद्धि लेकर आए।
— Narendra Modi (@narendramodi) November 1, 2026
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]
मध्य प्रदेश के सभी भाई-बहनों को राज्य के स्थापना दिवस की हार्दिक शुभकामनाएं! हमारा यह प्रदेश गौरवशाली विरासत, समृद्ध संस्कृति और अद्भुत प्राकृतिक सौंदर्य की भूमि है। यहां के विश्वविख्यात धरोहर स्थल इसकी ऐतिहासिक पहचान को और भव्य बनाते हैं। मध्य प्रदेश के लोगों ने अपनी प्रतिभा और उद्यमशीलता से हर क्षेत्र में उल्लेखनीय योगदान दिया है। कृषि, उद्योग, पर्यटन, शिक्षा और इंफ्रास्ट्रक्चर से लेकर इनोवेशन तक, प्रदेश नित-नई उपलब्धियां हासिल कर रहा है। अपने सर्वांगीण विकास के साथ आत्मनिर्भर भारत के निर्माण में भी यह अहम भूमिका निभा रहा है। मेरी कामना है कि यह विशेष अवसर राज्य के मेरे परिवारजनों के जीवन में सुख, शांति और समृद्धि लेकर आए।
— Narendra Modi (@narendramodi) November 1, 2026