
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોચીમાં આયોજિત મલાયાલા મનોરમા ન્યૂઝ કોન્ક્લેવ 2019ને સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ મલાયાલા મનોરમાની કેરળનાં નાગરિકોને વધારે જાગૃત બનાવવામાં અને ભારતની આઝાદીની લડતમાં ટેકો આપવામાં એની ભૂમિકા બદલ પ્રશંસા કરી હતી.
કોન્ક્લેવની થીમ “ન્યૂ ઇન્ડિયા” પર બોલતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ન્યૂ ઇન્ડિયાનાં હાર્દમાં રાષ્ટ્રીય પ્રગતિ માટે વ્યક્તિગત આકાંક્ષા, સહિયારા પ્રયાસો અને મારાપણાની ભાવના છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ન્યૂ ઇન્ડિયામાં સહભાગી લોકશાહી, નાગરિક-કેન્દ્રિત સરકાર અને અતિ-સક્રિય નાગરિક ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, ન્યૂ ઇન્ડિયા એ જવાબદાર લોકો અને જવાબદાર સરકારનો યુગ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવા ભારતનો ઉત્સાહ હવે વિવિધ ક્ષેત્રોમાં જોવા મળે છે, પછી એ રમતગમત હોય કે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ હોય. તેમણે નોંધ્યું હતું કે, નાના નગરો અને ગામડાઓમાંથી ઉત્સાહી યુવાનોનો ઉત્સાહ તેમની ઉત્કૃષ્ટ આકાંક્ષામાં પરિવર્તિત થયો છે અને ભારતને ગર્વ થયો છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ મારા માટે નવા ભારતનો જુસ્સો છે. આ ભારત છે, જ્યાં યુવાનોની અટક કે જાતિ મહત્ત્વપૂર્ણ નથી. મહત્ત્વપૂર્ણ બાબત તેમનું પોતાનું નામ કમાવવાની તેમની આકાંક્ષા છે. આ ભારત છે, જ્યાં ભ્રષ્ટાચાર ક્યારેય વિકલ્પ નથી, પછી એ ગમે તે વ્યક્તિ હોય. માત્ર તમારી ક્ષમતા જ નવો માપદંડ છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવું ભારત દરેક અને તમામ 130 કરોડ ભારતીયોનો અવાજ છે તેમજ તેમણે આગ્રહપૂર્વક કહ્યું હતું કે, લોકોનો આ અવાજ સંભળાય એ માટે મીડિયાનાં વિવિધ મંચો જરૂરી છે.
સરકારની કામગીરી વિશે તેમણે ‘જીવનને સરળ’ બનાવવા માટે હાથ ધરવામાં આવેલા કેટલાંક પ્રયાસો વિશે જાણકારી આપી હતી, મોંઘવારીને નિયંત્રણમાં રાખવા, પાંચ વર્ષમાં 1.25 કરોડ ઘરોનું નિર્માણ કરવાની, તમામ ગામડાઓનાં વીજળીકરણની, દરેક કુટુંબને પાણી પ્રદાન કરવાની, સ્વાસ્થ્ય તેમજ શૈક્ષણિક માળખાગત સુવિધાઓ સુધારવા વિશે વાત કરી હતી. તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, 36 કરોડ બેંક ખાતાઓ ખુલ્યાં છે, 20 કરોડ લોન નાનાં ઉદ્યોગસાહસિકોને આપવામાં આવી છે, 8 કરોડથી વધારે ગેસ કનેક્શનથી રસોડાઓ ધુમાડાથી મુક્ત થયા છે, માર્ગ નિર્માણની ગતિ વધીને બમણી થઈ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતમાં કેવી રીતે લોકોનો જુસ્સો બદલાયો એને ફક્ત બે શબ્દોમાં કહી શકાય. પાંચ વર્ષ અગાઉ લોકો પૂછતાં હતાં – આપણે શું વિકાસ કરી શકીશું? આપણે ગંદકીમાંથી ક્યારેય મુક્ત થઈ શકીશું? અત્યારે લોકો કહે છે કે – હા, આપણે થશું! આપણે સ્વચ્છ ભારતનું નિર્માણ કરીશું. આપણે દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરાવીશું. આપણે સુશાસનને જન આંદોલન બનાવીશું. ‘બનાવીશું’ કે ‘કરીશું’,‘થઈશું’ શબ્દ અગાઉ નિરાશાવાદી પ્રશ્રોને સૂચવતો હતો, પણ હવે યુવાન રાષ્ટ્રનાં આશાવાદી જુસ્સાને પ્રકટ કરે છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર નવા ભારતનું નિર્માણ કરવા માટે સંપૂર્ણપણે કાર્યરત છે. આ સંદર્ભમાં તેમણે ગરીબો માટે 1.50 કરોડ ઘરોનું નિર્માણ કરવામાં સરકારનાં અભિગમ વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ સંપૂર્ણ અભિગમને અનુસરતાં હતાં – વધારે સુવિધાઓ આપવી, વધારે મૂલ્ય પ્રદાન કરવું, ઓછા સમયમાં વધારે ઉત્પાદકતા મેળવવી અને ઓછા ખર્ચે ડિલિવરી કરવી. તેમણે ઉમેર્યું હતું કે, લોકોની જરૂરિયાતો સંભળાતી હતી, સ્થાનિક કલાકારો સામેલ થયાં હતાં અને આ પ્રક્રિયામાં ટેકનોલોજી મહત્ત્વપૂર્ણ ઘટક બની હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવા ભારત માટે અમારા વિઝનમાં દેશની સાથે વિદેશોમાં વસતાં લોકોની કાળજી સામેલ છે. આપણો સમુદાય આપણાં માટે ગર્વ સમાન છે, જે ભારતની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપે છે.
પોતાની તાજેતરની બહેરીનની મુલાકાત વિશે તેમણે જણાવ્યું હતું કે, ત્યાંની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બનવાનો તેમને ગર્વ છે. તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, આ મુલાકાતનું ઊડીને આંખે વળગે એવું પાસું શાહી પરિવારનો 250 ભારતીયોને કેદમાંથી મુક્ત કરવાનો સંવેદનાયુક્ત નિર્ણય હતો. પ્રધાનમંત્રીએ યુએઈમાં રુપે કાર્ડ લોંચ કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો અને કહ્યું હતું કે, એનાથી ખાડીનાં દેશોમાં કામ કરતાં લાખો લોકોને લાભ થશે, જેઓ ઘરે નાણાં પણ મોકલે છે.
પ્રધાનમંત્રી મોદીએ સ્વચ્છ ભારત, સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાબૂદ કરવા, જળ સંરક્ષણ, ફિટ ઇન્ડિયા વગેરે વિવિધ અભિયાનોમાં મીડિયાની સકારાત્મક ભૂમિકાની નોંધ લીધી હતી.
ભારતને એક કરવામાં ભાષાની ક્ષમતા વિશે પ્રધાનમંત્રીએ મીડિયાને પૂછ્યું હતું કે, અલગ ભાષા બોલતા લોકોને એકબીજાની નજીક લાવવા માટે મીડિયા સેતુરૂપ ભૂમિકા ભજવી શકે? તેમણે સૂચન કર્યું હતું કે, મીડિયા 10-12 અલગ-અલગ ભાષાઓમાં એક શબ્દને પ્રકાશિત કરી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, આ રીતે એક વર્ષમાં એક વ્યક્તિ વિવિધ ભાષાઓમાં ઓછામાં ઓછા 300 નવા શબ્દો શીખી શકે છે. એક વાર વ્યક્તિ અન્ય ભારતીય ભાષાને શીખશે, પછી તે આપણી વચ્ચે રહેલા સામાન્ય તાંતણાને ઓળખશે અને ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં રહેલી એકતાની ખરા અર્થમાં પ્રશંસા કરશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણા પૂર્વજોનાં સ્વપ્નો પૂર્ણ કરવાની અને તેમને ગર્વ થાય એવા ભારતનું નિર્માણ કરવાની આપણી ફરજ છે.
DK/J.Khunt/GP/RP
Kerala is also special for me, personally.
— PMO India (@PMOIndia) August 30, 2019
I have had numerous opportunities to visit Kerala.
One of the first things I did after the people blessed me yet again with a big responsibility is visiting the Guruvayur Sri Krishna Temple: PM
Of course, I also cherish being among such surroundings but at the same time, I believe there must be a constant and continuous dialogue between individuals and organisations irrespective of one’s thought process: PM
— PMO India (@PMOIndia) August 30, 2019
New India is about participative democracy, a citizen- centric government and pro-active citizenry: PM
— PMO India (@PMOIndia) August 30, 2019
It is youngsters from small towns and villages. They do not belong to established families or have big bank balances.
— PMO India (@PMOIndia) August 30, 2019
What they have is dedication and aspiration. They are converting that aspiration into excellence and making India proud.
This is the New India Spirit: PM
How the spirit has changed in India can be summed up using just two words.
— PMO India (@PMOIndia) August 30, 2019
Five years ago, people would ask- will we?
Will we ever be free from dirt?
Will we ever remove policy paralysis?
Will we ever eliminate corruption?: PM
We were conscious of the fact that we were not creating houses, but were building homes. We needed to move away from the concept of merely constructing four walls.
— PMO India (@PMOIndia) August 30, 2019
Our approach was deliver more facilities, deliver more value, deliver in less time and deliver at no extra cost: PM
One of the highlights was the compassionate decision of the Royal Family to pardon 250 Indians serving sentences there.
— PMO India (@PMOIndia) August 30, 2019
Similar pardons have been granted by Oman and Saudi Arabia.
Earlier this year, Saudi Arabia increased India’s Haj quota: PM
Today, I have a humble suggestion. Can we not use the power of language to unite? Can media play the role of a bridge and bring people speaking different languages closer. This is not as difficult as it seems: PM
— PMO India (@PMOIndia) August 30, 2019
We can simply start with publishing one word in 10-12 different languages spoken across the country. In a year, a person can learn over 300 new words in different languages: PM
— PMO India (@PMOIndia) August 30, 2019
Imagine a group in Haryana learning Malayalam and a group in Karnataka learning Bengali! All big distances were covered only after taking the first step, can we take the first step?: PM
— PMO India (@PMOIndia) August 30, 2019