Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહાત્મા અય્યનકાલીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા અય્યનકાલીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. શ્રી મોદીએ મહાત્મા અય્યનકાલીને સામાજિક ન્યાયના એક મહાન પ્રણેતા તરીકે યાદ કર્યા, જેમણે વંચિતોના સશક્તિકરણ અને કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. પ્રધાનમંત્રીએ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે શૈક્ષણિક તકો સુનિશ્ચિત કરવા, કૃષિ મજૂરોના જીવનને સુધારવા અને ગરીબોની સેવા કરવાના તેમના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

મહાત્મા અય્યનકાલીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ!

તેમને સામાજિક ન્યાયના મહાન પ્રણેતા તરીકે યાદ કરવામાં આવે છે. વંચિતો માટે શૈક્ષણિક તકો સુનિશ્ચિત કરવા, કૃષિ કામદારોના જીવનમાં સુધારો લાવવા અને ગરીબોની સેવા કરવા માટેના તેમના પ્રયાસો આજે પણ અત્યંત પ્રેરણાદાયી છે. તેમનું જીવન સામાજિક સશક્તિકરણ માટે કામ કરતા તમામ લોકોને શક્તિ આપે છે.

 

SM/BS/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  <img alt=”” src=”http://sta… [ PM India 0KB ]