Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ માનનીય રાષ્ટ્રીયપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો શિક્ષકત્વને માનવતા ઘડતરનું પવિત્ર કાર્ય ગણાવતો લેખ શેર કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે માનનીય રાષ્ટ્રપતિ લખે છે કે શિક્ષકો જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને પ્રેરણા સિંચીને ભાગ્યનું ઘડતર કરે છે. તેમણે ઉમેર્યું હતું કે આ લેખ શિક્ષકત્વને માનવતાનું ઘડતર કરવાના, સ્વતંત્ર વિચારસરણી અને જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરવાના પવિત્ર કાર્ય તરીકે રેખાંકિત કરે છે, સાથે સાથે શિક્ષકોને આહ્વાન કરે છે કે તેઓ વિદ્યાર્થીઓને સંસ્કૃતિનો વારસો, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, અંત્યોદયનો આદર્શ, પર્યાવરણનું રક્ષણ અને “રાષ્ટ્ર પ્રથમ” ના ભાવને જાળવી રાખનારા સારા માનવી બનવા માટે માર્ગદર્શન આપે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી લખે છે કે શિક્ષકો જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને પ્રેરણા સિંચીને ભાગ્યનું ઘડતર કરે છે.

તેઓ શિક્ષકત્વને માનવતાનું ઘડતર કરવાના, સ્વતંત્ર વિચારસરણી અને જિજ્ઞાસાને પ્રોત્સાહિત કરવાના પવિત્ર કાર્ય તરીકે રેખાંકિત કરે છે.

તેઓ શિક્ષકોને આહ્વાન કરે છે કે તેઓ વિદ્યાર્થીઓને સંસ્કૃતિનો વારસો, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, અંત્યોદયનો આદર્શ, પર્યાવરણનું રક્ષણ અને “રાષ્ટ્ર પ્રથમ” ના ભાવને જાળવી રાખનારા સારા માનવી બનવા માટે માર્ગદર્શન આપે.”

SM/IJ/JD