Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રીએ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી


ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.

બંને નેતાઓએ આર્થિક, નાણાકીય અને ઉર્જા ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરી અને આ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોમાં સતત વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

બંને નેતાઓએ યુક્રેન સંબંધિત નવીનતમ વિકાસ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ યુક્રેનમાં સંઘર્ષના ઉકેલ માટે તાજેતરના પગલાંઓ માટે તેમના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો અને સંઘર્ષનો વહેલાસર અંત લાવવા અને કાયમી શાંતિ સમાધાન શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

બંને નેતાઓએ બંને દેશો વચ્ચે ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે તેમના સમર્થનની પુષ્ટિ કરી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું કે તેઓ આ વર્ષના અંતમાં 23મા વાર્ષિક શિખર સંમેલન માટે ભારતમાં તેમનું સ્વાગત કરવા આતુર છે.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]