Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાજ્યસભા સભ્યોની સાથે સેવાનિવૃત્ત થઈ રહેલા સભ્યોને વિદાઈ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (13-5-2016) રાજ્યસભા સભ્યોની સાથે સદનમાંથી સેવા નિવૃત્ત થઈ રહેલા સભ્યોને વિદાય આપી.

આ અવસર પર તેમણે કહ્યું કે આજે સેવાનિવૃત્ત થઈ રહેલા સભ્યો દ્વારા વહેંચાયેલ જ્ઞાન અને અનુભવથી દેશ લાભાન્વિત થયો છે. તેમણે કહ્યું કે રાજ્યસભા, સભ્યોના દ્રષ્ટિકોણને પ્રોત્સાહિત કરવા અને જ્ઞાનને વ્યાપક બનાવવામાં મદદ કરે છે. તેમણે કહ્યું કે આ અનુભવથી તેઓ સમૃદ્ધ બને છે અને આ મૂડી રાષ્ટ્ર તથા સમાજ માટે છે.

તેમણે આશા વ્યક્ત કરી કે સેવા નિવૃત્ત થઈ રહેલા સભ્યોના અનુભવ અને જ્ઞાનથી રાષ્ટ્ર હંમેશા લાભાન્વિત થતો રહેશે.

તેમણે કહ્યું કે આજે જે સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે તેઓ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોમાં સામેલ હતા. તેમણે કહ્યું કે એ સારું રહેત જો રાજ્યો માટે વધુ લાભદાયક બે વધુ નિર્ણયોના સમયે આ સભ્યો સદનમાં ઉપસ્થિત હોત. તેમણે કહ્યું કે આમાંથી એક, વસ્તુ તેમજ સેવા કર (જીએસટી) વિધેયક અને બીજું પ્રતિપૂરક વનીકરણ નિધિ વેધિયક છે, જે અંતર્ગત વનીકરણ માટે રાજ્યોને મોટા ફંડની ફાળવણી કરાશે.

પ્રધાનમંત્રીએ સેવા નિવૃત્ત થઈ રહેલા સભ્યોના કલ્યાણની કામના કરી અને સરકાર તરફથી તેમના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો.

AP/J.Khunt/GP