Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રામચરિત માનસનું ડિજિટલ સંસ્કરણ જારી કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તા. 31-8-2015ના રોજ રામચરિતમાનસનું ડિજિટલ સંસ્કરણ, આકાશવાણી દ્વારા નિર્મિત ડિજિટલ સીડીનો સેટ જારી કર્યો છે.

આ સંગીતમય પ્રસ્તુતિમાં યોગદાન આપનારા કલાકારોના પ્રયાસોની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમણે ન માત્ર સંગીત સાધના કરી છે, પરંતુ સંસ્કૃતિ સાધના અને સંસ્કાર સાધના પણ કરી છે.

પ્રધાનમંત્રીએ રામચરિતમાનસને એક મહાન મહાકાવ્ય ગણાવ્યુ, જેમાં ‘ભારતનો સાર’ સમાહિત છે. તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે કેવી રીતે મૉરિશસ જેવા દુનિયાના વિભિન્ન ભાગોની યાત્રા કરનારા ભારતીયોએ કેટલીય પેઢીઓથી રામચરિતમાનસના માધ્યમથી ભારતની સાથે સંપર્ક જાળવી રાખ્યો છે.

પ્રધાનમંત્રીએ લોકોને જોડવા, ભારતમાં જાગૃતતા અને સૂચનાનો પ્રસાર કરવામાં આકાશવાણીની ભૂમિકાની સરાહના કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમને જણાવાયું છે કે આકાશવાણી પાસે દેશભરના વિભિન્ન કલાકારોની 9 લાખ કલાકોથી વધારે ઓડિયો રેકોર્ડિંગ્સ છે. તેમણે કહ્યું કે આ એક અમૂલ્ય સંગ્રહ છે, જેનું સમૃદ્ધિ માટે વિસ્તારથી પ્રલેખન થવું જોઈએ.

આ અવસર પર માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અરૂણ જેટલી અને પ્રસાર ભારતી બોર્ડના અધ્યક્ષ શ્રી સૂર્ય પ્રકાશ પણ ઉપસ્થિત હતા.