Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવનના સંગ્રહાલયના બીજા ચરણનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવનના સંગ્રહાલયના બીજા ચરણનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવનના સંગ્રહાલયના બીજા ચરણનું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (25-07-2016) રાષ્ટ્રપતિ ભવન સંગ્રહાલયના બીજા ચરણનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી, ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અન્સારી તથા અન્ય મહાનભાવોની ઉપસ્થિતિમાં કર્યું.

આ અવસર પર બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ પ્રસંગે પ્રકાશિત સાહિત્ય ગ્રંથ સમાન છે કે જે ઈતિહાસની છાપ છોડે છે.

તેમણે કહ્યું કે સંગ્રહાલયના ઉદ્ઘાટનથી આજે એક મહાન ભૂતકાળના જીવનને પાછું લાવવાનો પ્રયાસ કરાયો છે.

તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ મુખરજીનું યોગદાન વિશાળ છે, અને તેમણે રાષ્ટ્રપતિપદને પણ ઘણું બધું આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે રાષ્ટ્રપતિ મુખરજી પાસેથી શીખી શકીએ છીએ કે કેવા વિભિન્ન રાજનીતિક પૃષ્ઠભૂમિવાળા લોકોની સાથે કાર્ય કરી શકાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે એ અક્ષય ઉર્જા, જળ સંરક્ષણ અથવા ડિજીટલ ભારત થઈ શકે છે, આ દરેક પહેલો રાષ્ટ્રપતિ ભવનમાં લાગુ કરાઈ છે.

AP/TR/GP