Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુવા દિવસનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુવા દિવસનું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (12-1-2016) રેસકોર્સ માર્ગથી વીડિયો કોન્ફર્ન્સિંગ દ્વારા છત્તીસગઢના નવા રાયપુરમાં રાષ્ટ્રીય યુવા દિવસ માટે ઉદ્ઘાટન ભાષણ આપ્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ, જેમની આજે જયંતી છે, બધા યુવાનો માટે એક પ્રેરણા હતા અને આ વાતના એક ટોચના ઉદાહરણ હતા કે અલ્પ આયુમાં પણ કેટલું બધુ હાંસલ કરી શકાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે છત્તીસગઢમાં એકત્રિત દેશના વિભિન્ન ભાગથી આવેલા યુવકો દેશની વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે,પરંતુ તેઓ ભારત માતાની સેવા કરવા માટે એક જ મંત્ર સાથે જોડાયેલા છે.

તેમણે કહ્યું કે એકજૂટતાના આજ સંકલ્પે એક દિવસ આપણને આઝાદી અપાઈ હતી. અને આજે આ ભારતને નવી ઉંચાઈઓ પર લઈ જઈ રહી છે. તેમણે કહ્યું કે 125 કરોડ લોકો રાષ્ટ્રને નવી ઉંચાઈઓ પર લઈ જવાના લક્ષ્યથી બંધાયેલા છે. તેમણે કહ્યું કે આવા રાષ્ટ્રને, જે આટલા બધા યુવાન હોય,તેના આવા લક્ષ્ય તેમજ સ્વપ્ન અસીમ હોવી જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે પરિભાષા અનુસાર યુવાનો એ હોય છે, જે ભવિષ્યની ચિંતા કર્યા વગર, પોતાના ભવિષ્યના લક્ષ્યોની દિશામાં કાર્ય કરે છે.

પ્રધાનમંત્રીએ સદભાવ અને એકજૂટતા પર જોર આપ્યું અને કહ્યું કે શાંતિ, એકતા, સદ્ભાવ વિના વિકાસનો કોઈ અર્થ નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે હાલપૂરતું, આપણે ગમે તેટલા પણ વિકસિત કેમ ન થઈ જઈએ, શાંતિ આપણી પહેલી આવશ્યકતા છે. તેમણે એ પણ કહ્યું કે ભારતે વિશ્વને પ્રદર્શિત કરી દીધું છે કે એવી વિવિધતાની ભૂમિની પાસે એકજૂટ બની રહેવાની એક અનોખી ભાવના છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ આપણા પૂર્વજોની વિરાસત છે જે વેદથી વિવેકાનંદ તેમજ ઉપનિષદથી ઉપગ્રહ સુધી વિસ્તારિત છે.

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતનું લક્ષ્ય આપણા યુવકોને આ સદીને ભારતની સદી બનાવા માટે ક્ષમતાઓ તેમજ કૌશલ્ય પ્રદાન કરવાનું છે. તેમણે નક્સલવાદની સમસ્યા ઉપરાંત આ દિશામાં પ્રગતિ કરવા માટે છત્તીસગઢ રાજ્યની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રીએ શ્રમના ગૌરવને મહત્વ પર જોર આપ્યું અને કહ્યું કે આને લોકોની વચ્ચે અનિવાર્યરૂપથી અંતર્નિવિષ્ટ કરાવું જોઈએ. તેમણે કહ્યું કે વિકાસ માટે ભારતનું લક્ષ્ય ગરીબોનું જીવન, ખાસ કરીને ગામડાંમાં રહેનારા ગરીબોના જીવનને રૂપાંતરિત કરવાનું હોવું જોઈએ. તેમણે યુવકોને 16 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીમાં સ્ટાર્ટ અપ ઈન્ડિયા સમારોહના શુભારંભના સાક્ષી બનવાની અપીલ કરી.

પ્રધાનમંત્રીએ યુવાનોથી વર્ષ 2019 તેમજ 2022 માટે ખાસ લક્ષ્ય બનાવવાની દિશામાં વિચાર કરવાની અપીલ કરી જે મહાત્મા ગાંધીની 150મી જયંતી તેમજ સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠનું વર્ષ હશે.

UM/AP/J.KHUNT/GP