પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રિયાધમાં ટાટા પરામર્શ સેવાની મહિલાઓના આઈટી અને આઈટીઈએસ કેન્દ્રની મુલાકાત લીધી.
પ્રધાનમંત્રીને બધા સંચાલનોની જાણકારી પાઈ અને તેમણે ત્યાં બધી મહિલા કર્મચારીઓની સાથે વાર્તાલાપ કર્યો. પ્રધાનમંત્રીનું આ અવસર પર ઉત્સાહપૂર્વક સ્વાગત કરાયું અને તેમને શુભકામનાઓ પણ અપાઈ.
આ અવસર પર, પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દુનિયા માટે આ એક મોટો સંદેશ છે કે તેઓ એ લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે જે સાઉદી અરબના સમ્માનની દિશામાં કાર્ય કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આજની પ્રતિસ્પર્ધાની દુનિયામાં આપણે અધિકત્તમ પ્રગતિ માટે પ્રાકૃતિક અને માનવીય બંને રીતથી આપણી શક્તિને એકજૂથ કરવી પડશે. તેમણે કહ્યું કે જ્યારે મહિલા શક્તિ વિકાસ યાત્રાનું એક અંગ બની જાય છે ત્યારે એનાથી નવી ગતિનો સંચાર થાય છે. તેમણે કહ્યું કે આ કેન્દ્રમાં જે વાતાવરણનો આજે તેઓ અનુભવ કરી રહ્યા છે તે વિશ્વ માટે સરાકાત્મક શક્તિનું અગ્રદૂત પ્રતિત થાય છે. તેમણે આઈટીના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રતિભા રાખનારી બધી મહિલાઓને ભારતની યાત્રાનું નિમંત્રણ આપ્યું અને કહ્યું તેમની યાત્રાની ભારતમાં પણ ખૂબ સકારાત્મક અસર થશે.
પ્રધાનમંત્રીએ શાસનમાં પ્રૌદ્યોગિકીની ભૂમિકા પર જોર આપ્યું અને કહ્યું કે તેમના માટે ઈ-શાસનનો અર્થ સરળ પ્રશાસન, પ્રભાવી શાસન અને આર્થિક શાસન છે. પ્રધાનમંત્રીએ તેમને ‘નરેન્દ્ર મોદી એપ’ જોવા માટે આમંત્રણ આપ્યું અને ભારતમાં મહિલા સશક્તિકણ પર પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા.
પ્રધાનમંત્રીએ કેન્દ્રના સંદેશ બોર્ડ પર ‘વંદે માતરમ્, માતૃ દેવો ભવઃ’ લખ્યું.
AP/J.Khunt/GP
Talking e-governance at the TCS All Women IT & ITEs Center in Riyadh. pic.twitter.com/tMLEtxmG36
— PMO India (@PMOIndia) April 3, 2016
PM shares his message on the message board at the TCS Centre. pic.twitter.com/LTEJJ2gIq3
— PMO India (@PMOIndia) April 3, 2016
A warm welcome awaited PM @narendramodi at the TCS Centre. pic.twitter.com/rHMwKoHBXG
— PMO India (@PMOIndia) April 3, 2016